આપી ગયા…..

શબ્દો કફનમાં મૌન થઇ ઉંઘી ગયા
કોણે કહ્યું દરદો બધા ચાલી ગયા

સાથે રહી પીડા બધી ધડકન બની
એ તો મને લાગે છે કે ફાવી ગયા

ધબકારને દુ:ખો વિના ચાલે નહી
રોજે હવે એ ટેવમાં આવી ગયા

લ્યો ! મૌનને આદત પડી આ રોજની
ચૂપચાપ રહીને પણ ઘણું બોલી ગયા

અરમાન લાગે છે હવે પૂરા થયા
જાણે કબરમાં પણ અમે જીવી ગયા

‘રોશન’ થજો , કહીને રહી અંધારમાં,
જાતે બળી અજવાશ એ આપી ગયા.

Advertisements
Posted in Uncategorized | Leave a comment

ગમે છે

મિલનની તરસ હોય તો પણ વિરહમાં કણસવું ગમે છે

ઉદાસીન દિલ હોયતો પણ અધરને મલકવું ગમે છે

ભલે હોય અઢળક વ્યથાઓ હ્રદયમાં નયન તોય કોરા

વિરહની અમીરી મળી એ વિચારે હરખવું ગમે છે

અધૂરા રહ્યાં જામ છોને જીવનમાં અમારા પરંતુ

મળીને તમોને અછડતી નજરથી છલકવું ગમે છે

તરસતાં રહ્યાં જીંદગીભર, ભલે કોઇ કે’તું અમોને

રહી યાદ માંહે પળેપળ મને તો વરસવું ગમે છે

ન ‘રોશન’ હું થાઉ ધરા પર બધાના દિલોના ઉજાશે

બની કોડિયું એમના પ્રેમનું બસ ઝળકવું ગમે છે

Posted in Uncategorized | Leave a comment

Hello world!

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.

Here are some suggestions for your first post.

  1. You can find new ideas for what to blog about by reading the Daily Post.
  2. Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting  page you read on the web.
  3. Make some changes to this page, and then hit preview on the right. You can alway preview any post or edit you before you share it to the world.
Posted in Uncategorized | 1 Comment